SBI Clerk Mains Admit Card 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ 1 એપ્રિલ 2025ના રોજ SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. જે ઉમેદવારો મેન્સ પરીક્ષા માટે લાયક છે, તેઓ sbi.co.in પર જઈને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
SBI અનુસાર ક્લાર્ક મેઈન્સ પરીક્ષા 10 એપ્રિલ અને 12 એપ્રિલ 2025ના રોજ યોજાનારી છે. ઉમેદવારો તેમના રોલ નંબર અને પાસવર્ડ નો ઉપયોગ કરીને લોગિન કરી શકે છે અને એડમિટ કાર્ડ મેળવી શકે છે.
SBI Clerk Mains Admit Card 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો?
- SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ.
- “Admit Card” લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
- સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે, તમામ વિગતો ચકાસો.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી લો.
એડમિટ કાર્ડમાં ચકાસવાની વિગતો
- પરીક્ષાનું નામ
- પરીક્ષા કેન્દ્રનું સરનામું
- પરીક્ષાની તારીખ અને સમય
- ઉમેદવારનું નામ
- જન્મ તારીખ
- ફોટો અને હસ્તાક્ષર
- પરીક્ષાના વિષય
- માર્ગદર્શિકા અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સૂચનાઓ
SBI Clerk 2025 ભરતી માટે ખાલી જગ્યા
શ્રેણી | પદોની સંખ્યા |
---|---|
સામાન્ય (UR) | 5870 |
EWS | 1361 |
OBC | 3001 |
SC | 2118 |
ST | 1385 |
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વધુ માહિતી માટે SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર મુલાકાત લે.