KVS Balvatika Admission 2025: કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા બાલવાટિકા (નર્સરી, LKG, UKG) માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા પાત્ર ઉમેદવારો balvatika.kvs.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ શરૂ કરવામાં આવી છે, જે 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે છે.
KVS બાલવાટિકા એડમિશન પ્રક્રિયા
- કોઈ પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી નથી.
- લોટરી સિસ્ટમ દ્વારા બાળકોની પસંદગી કરવામાં આવે છે.
પ્રાથમિકતા શ્રેણીઓ
- પ્રથમ પ્રાથમિકતા – કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકોને આપવામાં આવે છે.
- RTE ક્વોટા – SC/ST/OBC/EWS/BPL વર્ગના બાળકો માટે 25% બેઠકો અનામત છે.
- અન્ય શ્રેણીઓ – રાજ્ય સરકારના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના માતા-પિતાની સંતાનો પણ અરજી કરી શકે છે.
KVS બાલવાટિકા માટેની ફી
ફીનો પ્રકાર | રકમ |
---|---|
માસિક ફી | ₹500 (વિકાસ નિધિ) |
ત્રિમાસિક ફી | ₹1500 (ત્રણ મહિના માટે) |
ટ્યુશન ફી | લાગુ પડતી નથી |
ફીમાં છૂટ કોણે મળશે?
RTE ક્વોટા હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફી માફ કરવામાં આવશે (જરૂરી દસ્તાવેજો જરૂરી).
કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકો માટે ફીમાં છૂટ મળી શકે છે.
એકલ દીકરી (Single Girl Child) માટે ફી રાહત માત્ર ધોરણ 1થી ઉપરના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, બાલવાટિકા માટે નથી.
KVS Balvatika Admission 2025 મહત્વપૂર્ણ માહિતી
- તમામ કેન્દ્રિય વિદ્યાલયોમાં બાલવાટિકા ઉપલબ્ધ નથી, તે માત્ર 450+ શાળાઓ સુધી મર્યાદિત છે.
- અઠવાડિયામાં 5 દિવસ કલાસ લેવામાં આવે છે અને દરરોજ 3 કલાકની હોય છે.
- કોઈ ડ્રેસ કોડ ફરજિયાત નથી.
વધુ માહિતી અને અરજી માટે અધિકૃત વેબસાઇટ balvatika.kvs.gov.in પર મુલાકાત લો.