Gujarat Board Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ વર્ષ 2025 માટે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરી હતી. ધોરણ 10ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2025 સુધી અને ધોરણ 12ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી યોજાઈ હતી.
GSEB બોર્ડ રિઝલ્ટ 2025 ક્યારે જાહેર થશે?
બોર્ડે રિઝલ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી કરી છે. અત્યાર સુધીમાં 69 લાખ ઉત્તરપત્રો ચકાસી લેવામાં આવ્યા છે અને બાકીના પેપરની ચકાસણી 4 એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. બોર્ડ અનુસાર, રિઝલ્ટ એપ્રિલના અંતિમ સપ્તાહ સુધી જાહેર થઈ શકે છે.
Gujarat Board Result 2025 તૈયાર કરવાની પ્રક્રિયા
450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રો પર 65,000થી વધુ શિક્ષકો ઉત્તરપત્રો ચકાસી રહ્યા છે. કુલ 77 લાખ પેપરનું મૂલ્યાંકન થવાનું છે. બોર્ડે મૂલ્યાંકનમાં ગેરહાજર રહેલા શિક્ષકોને નોટિસ પણ પાઠવી છે.
બોર્ડના પરિણામનું મહત્વ
રિઝલ્ટ સમયસર જાહેર થવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેવું સરળ બને છે. ધોરણ 10ના ગુણો આધારે વિદ્યાર્થીઓ આગળના વિષય પસંદ કરે છે, તેથી આ પરિણામ તેમનાં ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.
GSEB ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે જુઓ?
રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થી એ બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જઈને જોઈ શકશે. રિઝલ્ટ જોવા માટે નીચેની માહિતી જરૂરી રહેશે:
- રોલ નંબર
- જન્મ તારીખ
CBSEએ નવું પાઠ્યક્રમ જાહેર કર્યું
CBSEએ ધોરણ 9થી 12 સુધી માટે 2025-26 સત્રનું નવું પાઠ્યક્રમ જાહેર કર્યું છે. વિદ્યાર્થી અને શિક્ષકો આ પાઠ્યક્રમ CBSEની અધિકૃત વેબસાઈટ પરથી જોઈ શકે છે. તેમાં શીખવાની આપેક્ષા, મૂલ્યાંકન પદ્ધતિ અને શિક્ષણ પદ્ધતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
12 board result please
12 board result Kachot aksha mehebubbhai please