GSEB 12th Commerce Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (કોમર્સ)ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી. હવે પરીક્ષાનો અંત આવતાં વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યાં છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ મેના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. પરિણામની ચોક્કસ તારીખ જાણવા માટે વિદ્યાર્થીઓએ gseb.org વેબસાઈટ પર નજર રાખવી જોઈએ.
ધોરણ 12 કોમર્સ પરિણામ કેવી રીતે ચેક કરવું?
વિદ્યાર્થીઓ પરિણામ ઑનલાઇન તેમજ ઑફલાઇન બંને રીતે જોઈ શકે છે. ઓનલાઈન પરિણામ જોવા માટે સૌપ્રથમ gseb.org પર જાઓ. હોમપેજ પર “GSEB 12th Result 2025” લિંક પર ક્લિક કરો, ત્યારબાદ તમારો 6 અંકનો સીટ નંબર દાખલ કરો અને સબમિટ કરો. પરિણામ સ્ક્રીન પર દેખાશે, જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો.
એસએમએસ અને વોટ્સએપ દ્વારા પરિણામ કેવી રીતે મેળવશો?
જો વેબસાઈટ ધીમી ચાલતી હોય, તો વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકે છે. તેના માટે પોતાના મોબાઈલમાંથી GJ12S<સ્પેસ>સીટ નંબર લખીને 58888111 પર મોકલો. થોડા જ સમયે તમારું પરિણામ SMS રૂપે મળી જશે. આ ઉપરાંત, WhatsApp દ્વારા પરિણામ જોવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર 6357300971 નંબર પર WhatsApp પર મોકલીને પરિણામ મેળવી શકે છે.
પરિણામમાં શું શું હશે?
ઑનલાઇન પરિણામમાં વિદ્યાર્થીઓનું નામ, સીટ નંબર, વિષયવાર ગુણ, કુલ ગુણ, ગ્રેડ અને પાસ/નાપાસની સ્થિતિ હોય છે. આ પરિણામ માત્ર તાત્કાલિક હોય છે, તેથી વિદ્યાર્થીઓએ પોતાની મૂળ માર્કશીટ શાળા પાસેથી લેવી જરૂરી છે. પરીક્ષા પાસ કરવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ હોવા આવશ્યક છે. જો કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયોમાં નાપાસ થાય છે, તો તે જુલાઈ મહિનામાં યોજાતી પૂરક પરીક્ષા આપી શકે છે.
GSEB 12th Commerce Result 2025 પછી શું કરવું?
પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની સચોટતાથી તપાસ કરવી જોઈએ. જો કોઈ ભૂલ જણાય, તો તરત શાળા અથવા બોર્ડનો સંપર્ક કરવો. જો વિદ્યાર્થી પોતાની મેળવેલ ગુણોથી સંતુષ્ટ ન હોય, તો તે પુનઃમૂલ્યાંકન માટે gseb.org પર ફોર્મ ભરીને અરજી કરી શકે છે. પરિણામ પછી વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યના કરિયર માટે યોજના બનાવવી જોઈએ. કોમર્સના વિદ્યાર્થીઓ માટે B.Com, BBA, CA, CS જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.
પરિણામની રાહ જોતી વખતે શાંતિ જાળવો. તમે કરેલી મહેનત પર વિશ્વાસ રાખો. પરિણામ મળતાં જ તમારું લક્ષ્ય નક્કી કરો અને આગળની તૈયારી શરૂ કરો. તેમજ સમયસર મૂળ દસ્તાવેજો અને માર્કશીટ મેળવવા માટે શાળાનો સંપર્ક જાળવો.